હવે આ એકમાત્ર રજા તેમણે શા માટે લીધી એ સવાલ પણ તમને થયો હશે. એ દિવસ હતો ૨૦૦૩ની ૧૮ જૂનનો જ્યારે તેજપાલ સિંહના નાના ભાઈનાં લગ્ન હતાં.
તેજપાલ સિંહ
એક તરફ લોકો અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ કામ કરવાની તરફેણમાં છે ત્યારે યુપીના બિજનૌરમાં એક વ્યક્તિ એવી છે જેણે ૨૬ વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે! કામ પ્રત્યેના આવા આશ્ચર્યજનક સમર્પણને કારણે તેમને ‘ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ’માં પણ સ્થાન મળ્યું છે. તેજપાલ સિંહ નામના ભાઈ ૧૯૯૫ની ૨૬ ડિસેમ્બરે દ્વારિકેશ શુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ક્લર્ક તરીકે જોડાયા હતા. વર્ષે ૪૫ પેઇડ લીવ મળતી હોવા છતાં તહેવારમાં પણ કામ કરીને તેમણે માત્ર એક જ દિવસની રજા લીધી છે. હવે આ એકમાત્ર રજા તેમણે શા માટે લીધી એ સવાલ પણ તમને થયો હશે. એ દિવસ હતો ૨૦૦૩ની ૧૮ જૂનનો જ્યારે તેજપાલ સિંહના નાના ભાઈનાં લગ્ન હતાં.

