અલાસ્કામાં મળેલો હાથી કે અન્ય પ્રાણીનો ૮૨ ઇંચ લાંબો દાંત અશ્મિભૂત સ્થિતિમાં કથ્થઈ રંગનો થયેલો જણાય છે
હાથીદાંત
ટેક્સસના હેરિટેજ ઑક્શનમાં ઘણી જાણીતી ચીજો હરાજી માટે મુકાઈ છે, પરંતુ કેટલીક અતિદુર્લભ ચીજવસ્તુઓ પણ રાખવામાં આવી છે. એમાંની કેટલીક ચીજોમાં ૩૦,૦૦૦ વર્ષ જૂના હાથી અથવા અન્ય પ્રાણીના દાંત, સી મૉન્સ્ટરના અવશેષો અને ઉલ્કાપિંડો સહિત અશ્મિરૂપે ઉપલબ્ધ અનેક વસ્તુઓનો સમાવેશ છે. અલાસ્કામાં મળેલો હાથી કે અન્ય પ્રાણીનો ૮૨ ઇંચ લાંબો દાંત અશ્મિભૂત સ્થિતિમાં કથ્થઈ રંગનો થયેલો જણાય છે. એમાં ભૂરા રંગની ઝાંય પણ ક્યાંક-ક્યાંક દેખાય છે. ૨૦૧૭માં ખોદકામ-સંશોધન દરમ્યાન મળેલા એ દંતશૂળના રંગોને કારણે એનું મહત્ત્વ વિશેષ છે. એની કિંમત ૭૦,૦૦૦ ડૉલર (અંદાજે ૫૧ લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે. રાક્ષસી કદ અને દેખાવમાં સી મૉન્સ્ટરની કૅટેગરીમાં આવતા દરિયાઈ જીવોમાંથી એક ૧૮ ફુટ લાંબો અવશેષ પણ હરાજી દ્વારા વેચાણની યાદીમાં સામેલ છે. અવકાશમાંથી પડેલા સુંદર ઉલ્કાપિંડો પણ લિલામ દ્વારા વેચાણની યાદીમાં સામેલ છે.

