એક મિનિટમાં બાવીસ ખીલા નાકમાં હથોડીથી ઠોકવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
અજબગજબ
ક્રાન્તિકુમાર પાનીકેરા
ઇટલીમાં યોજાયેલા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના શોમાં તેલંગણના ડ્રિલમૅન એટલે કે ક્રાન્તિકુમાર પાનીકેરાએ જોતાં જ કમકમાં આવી જાય એવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. થોડા સમય પહેલાં આ ભાઈએ ફુલ સ્પીડમાં ફરતા ૫૭ પંખાની બ્લેડને પોતાની જીભથી રોકવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. હવે તેણે બીજો રેકૉર્ડ બનાવ્યો છે જેમાં તેણે હથોડીથી લાંબા બાવીસ ખીલા નાકમાં ઠોકવાનું કામ કર્યું હતું. એક મિનિટમાં બાવીસ ખીલા તેણે નાકમાં ઠોક્યા. એક ખીલો અંદર જતો રહે એ પછી એને કાઢીને એની જગ્યાએ બીજો ખીલો અંદર ઠોકવાનો. એમ વન બાય વન બાવીસ ખીલા ૧ મિનિટમાં નાકમાં ઠોકી દીધા હતા.