Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખભે બિલાડીને લઈને કૉન્વોકેશનમાં ડિગ્રી લેવા સ્ટેજ પર ગયો સ્ટુડન્ટ, પ્રોફેસરે પણ બિલાડી રમાડી

ખભે બિલાડીને લઈને કૉન્વોકેશનમાં ડિગ્રી લેવા સ્ટેજ પર ગયો સ્ટુડન્ટ, પ્રોફેસરે પણ બિલાડી રમાડી

Published : 01 September, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રૅજ્યુએશન કૉન્વોકેશનમાં ડિગ્રી લેવા પહોંચેલા વિદ્યાર્થીએ ખભા પર બિલાડીને બેસાડી હતી. પ્રોફેસર અને ડીનનું બિલાડી પ્રત્યેનું મજેદાર રીઍક્શન કેમેરામાં કેદ થયું અને વિડિયો એક જ દિવસમાં ૧૦ લાખ વ્યુઝ મેળવી વાઇરલ થયો.

ખભે બિલાડીને લઈને કૉન્વોકેશનમાં ડિગ્રી લેવા સ્ટેજ પર ગયો સ્ટુડન્ટ, પ્રોફેસરે પણ બિલાડી રમાડી

ખભે બિલાડીને લઈને કૉન્વોકેશનમાં ડિગ્રી લેવા સ્ટેજ પર ગયો સ્ટુડન્ટ, પ્રોફેસરે પણ બિલાડી રમાડી


ગ્રૅજ્યુએશનની ડિગ્રી એનાયત કરવાના કૉન્વોકેશનમાં એક વિદ્યાર્થી સ્ટેજ પર ડિગ્રી લેવા માટે ગયો ત્યારે તેણે પોતાના ખભા પર બિલાડીને મૂકેલી હતી. આ ઘટનાનો વિડિયો શૅર કરીને નવલ તંબુલકર નામના સ્ટુડન્ટે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘એ ફૉર આર્કિટેક્ચર, બી ફૉર બિલ્લા.’ સ્ટુડન્ટના ખભા પર બિલાડીને જોઈને સ્ટુડન્ટને ડિગ્રી આપનારા પ્રોફેસર અને ડીનનું રીઍક્શન પણ ખૂબ મજાનું હતું. એક પ્રોફેસરે તો બિલાડીની પીઠ પર હાથ પસવારીને એને રમાડી પણ લીધી. પ્રોફેસરોના આ રીઍક્શનને કારણે વિડિયો એક જ દિવસમાં ૧૦ લાખ વ્યુઝ મેળવી ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK