Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે રોબો કરશે બૉડીગાર્ડ જેવું કામ, ફિલ્મના હીરો જેવા સ્ટન્ટ્સ કરશે

હવે રોબો કરશે બૉડીગાર્ડ જેવું કામ, ફિલ્મના હીરો જેવા સ્ટન્ટ્સ કરશે

Published : 24 October, 2026 08:28 PM | Modified : 24 October, 2026 08:41 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનની એક કંપનીએ રોબોને હવે ફિલ્મી હીરોના સ્વરૂપમાં રજૂ કર્યો છે. આ હીરો બૉડીગાર્ડ તરીકે કામ કરી શકે એવો છે. ચીનની યુનિટ્રી નામની કંપનીએ એવો રોબો તૈયાર કર્યો છે જે કુંગ ફુ માર્શલ આર્ટ્સના દાવપેચ કરી શકે છે અને બૉડીગાર્ડની ભૂમિકા પણ નિભાવી શકે છે.

રોબો કરશે બૉડીગાર્ડ જેવું કામ

અજબ ગજબ

રોબો કરશે બૉડીગાર્ડ જેવું કામ


ચીનની એક કંપનીએ રોબોને હવે ફિલ્મી હીરોના સ્વરૂપમાં રજૂ કર્યો છે. આ હીરો બૉડીગાર્ડ તરીકે કામ કરી શકે એવો છે. ચીનની યુનિટ્રી નામની કંપનીએ એવો રોબો તૈયાર કર્યો છે જે કુંગ ફુ માર્શલ આર્ટ્સના દાવપેચ કરી શકે છે અને બૉડીગાર્ડની ભૂમિકા પણ નિભાવી શકે છે. કંપનીએ આ રોબોની ક્ષમતાઓના નિદર્શનનો જે વિડિયો બહાર પાડ્યો છે એમાં તો રોબો હીરોની જેમ હાથ-પગથી જબરી કિક્સ મારતો દેખાય છે. એ ચાકુ લઈને ઊભેલી વ્યક્તિનો સામનો કરતો જોવા મળે છે. એક સીનમાં તો એ કાર ઊંચકીને એની નીચે ફસાયેલા માણસને બહાર કાઢે છે. H2-X નામના આ રોબોની હાઇટ માણસોથી થોડીક વધુ એટલે કે લગભગ ૬ ફુટ જેટલી છે. એનું નામ આપવામાં આવ્યું છે ‘કુંગ ફુ લેજન્ડઃ ગાર્ડિયન’. આ રોબો સતત ૮ કલાક સુધી ઊભો રહીને માલિકના બૉડીગાર્ડ તરીકેનું કામ કરી શકે એમ છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 08:41 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK