ઘર કે ઑફિસમાં કોઈ ક્યુટ પ્રાણીનું બચ્ચું આવી જાય તો આખો માહોલ બદલાઈ જાય છે. પુણેની એક કંપનીએ તેમની ટીમમાં આવા જ એક ક્યુટ બિલાડીના બચ્ચાનું સ્વાગત કર્યું હતું.
કૉસ્મેટિક કંપનીએ રેસ્ક્યુ કરેલા બિલાડીના બચ્ચાનું રંગેચંગે નામકરણ કરવામાં આવ્યું
ઘર કે ઑફિસમાં કોઈ ક્યુટ પ્રાણીનું બચ્ચું આવી જાય તો આખો માહોલ બદલાઈ જાય છે. પુણેની એક કંપનીએ તેમની ટીમમાં આવા જ એક ક્યુટ બિલાડીના બચ્ચાનું સ્વાગત કર્યું હતું. નારિ’યલ કૉસ્મેટિક્સ નામની બ્યુટી બ્રૅન્ડે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો એક વિડિયો વાઇરલ થયો હતો. આ કંપનીના બે સભ્યોએ બિલાડીના એક બચ્ચાને બચાવ્યું હતું અને ઑફિસમાં બહુ રંગેચંગે એનો નામકરણ સમારોહ ઊજવ્યો હતો. વિડિયોમાં કર્મચારીઓ બિલાડીના બચ્ચાની આરતી કરતા જોવા મળ્યા હતા. તેમણે વાઇટ અને ઑરેન્જ કલરના આ બચ્ચાને તિલક કર્યું હતું અને ગલગોટાની પાંખડીઓ વરસાવીને કેક પણ કટ કરી હતી. આ સેરેમનીમાં બિલાડીના બચ્ચાનું નામ કોકેયા રાખવામાં આવ્યું હતું. વિડિયોમાં રમતિયાળ બચ્ચું કેવી રીતે ઑફિસમાં નિરીક્ષણ કરી રહ્યું છે અને સ્ટાફનું ભરપૂર મનોરંજન કરી રહ્યું છે એ પણ બતાવવામાં આવ્યું હતું.


