આર્જેન્ટિનામાં ઑક્ટોબરમાં પોલીસને એક ચેકિંગ દરમ્યાન એકોસ્ટા નામના માણસ પાસેથી ટૅલ્કમ પાઉડરનાં ૧૮ કન્ટેનર મળ્યાં. એ પાઉડર છે એવું પેલાએ કહ્યું તોપણ પોલીસ ન માની અને એકોસ્ટા ડ્રગ્સનો વેપાર કરે છે
અજબગજબ
ચેકિંગ દરમ્યાન એકોસ્ટા નામના માણસ પાસેથી ટૅલ્કમ પાઉડરનાં ૧૮ કન્ટેનર મળ્યાં
આર્જેન્ટિનામાં ઑક્ટોબરમાં પોલીસને એક ચેકિંગ દરમ્યાન એકોસ્ટા નામના માણસ પાસેથી ટૅલ્કમ પાઉડરનાં ૧૮ કન્ટેનર મળ્યાં. એ પાઉડર છે એવું પેલાએ કહ્યું તોપણ પોલીસ ન માની અને એકોસ્ટા ડ્રગ્સનો વેપાર કરે છે એવું માનીને પકડી ગઈ. એ કન્ટેનરનું પરીક્ષણ કર્યું ત્યારે એમાં કોકેન હોય એવું લાગ્યું. એટલે એકોસ્ટાને જેલમાં ધકેલી દીધો. જોકે તપાસ પૂરી થઈ ત્યારે સત્ય બહાર આવ્યું કે એ ટૅલ્કમ પાઉડર જ હતો, કોકેન નહોતું. આમ છતાં પાઉડરમાં બે કિલો ૪૪૪ ગ્રામ કોકેન હોવાની વાત પકડી રાખી. એકોસ્ટાએ વિરોધ કર્યા પછી બીજી લૅબમાં તપાસ કરાવી. બીજી લૅબનો રિપોર્ટ આવ્યો ત્યાં સુધીના ૨૧ દિવસ તેને હિરાસતમાં રહેવું પડ્યું હતું. રિપોર્ટમાં એ કોકેન નહીં, પાઉડર હોવાનું બહાર આવ્યું એટલે છેવટે પોલીસે માફી માગી અને મુક્ત કર્યો.