સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં હાજર તમામ લોકો ડૉગના ડ્રેસમાં છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મંગળવારે મધ્ય બર્લિનમાં પોટ્સામેર પ્લાટ્ઝ રેલવે-સ્ટેશને પોતાને ડૉગ તરીકે ગણાવતા સેંકડો લોકોએ એક બેઠકમાં હાજરી આપી હતી. સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં હાજર તમામ લોકો ડૉગના ડ્રેસમાં છે, જેઓ ડૉગના અવાજમાં રડતા અને ભસીને વાત કરતા દેખાયા હતા. કેટલાક લોકોએ ઇન્ટરનેટ પર આ બેઠકમાં ઉપસ્થિતોની મજાક ઉડાડી હતી. તો અન્ય લોકોને આશ્ચર્ય થયું હતું કે કોઈ વ્યક્તિ ડૉગનો પોશાક પહેરે તો શૌચાલયનો ઉપયોગ કઈ રીતે કરી શકે? અથવા જો તેમને ડૉગી તરીકે ઓળખવામાં આવે તો શા માટે તેમને માસ્ક પહેરવાની જરૂર પડે છે. અન્ય એકે કહ્યું કે તમે તમારી ઓળખ બતાવવા માટે માસ્ક પહેરો છો? આ બિનપરંપરાગત મીટિંગમાં જપાનમાં ટોકો તરીકે ઓળખાતા એક માણસે કહ્યું કે તેણે પોતાની જાતને ડૉગમાં રૂપાંતરિત કરવા માટે ડૉગ-સૂટ ખરીદ્યો હતો.