કોરોના લૉકડાઉનના દિવસોમાં વિડિયો-કૉન્ફરન્સિંગથી માણસો કંટાળી ગયા હોય એ સ્વાભાવિક છે, પરંતુ પ્રાણીઓને જો એવો અવસર મળે તો એ ખુશ થઈ જાય. એનું બહુ સારું ઉદાહરણ જાણવા મળ્યું.
ચિમ્પાન્ઝીઓની ઝૂમ વીડિયો કોલ કોન્ફરેસિંગ મીટિંગ
કોરોના લૉકડાઉનના દિવસોમાં વિડિયો-કૉન્ફરન્સિંગથી માણસો કંટાળી ગયા હોય એ સ્વાભાવિક છે, પરંતુ પ્રાણીઓને જો એવો અવસર મળે તો એ ખુશ થઈ જાય. એનું બહુ સારું ઉદાહરણ જાણવા મળ્યું.
પૂર્વ યુરોપના ચેક રિપબ્લિક દેશમાં લૉકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં પ્રાણી સંગ્રહાલયોના ચિમ્પાન્ઝીને પર્યટકો જોવા નથી મળતા એટલે તેમને અન્ય પ્રાંતના ચિમ્પાન્ઝી જોડે સંવાદનો અવસર આપવામાં આવે છે. ક્રલોવે શહેરના પ્રાણી સંગ્રહાલય - સફારી પાર્કના ચિમ્પાન્ઝીઓને રોજ ઝૂમ વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ૧૫૦ કિલોમીટર દૂરના બર્નો શહેરના પ્રાણી સંગ્રહાલયના ચિમ્પાન્ઝીઓ જોડે સંવાદ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ચિમ્પાન્ઝીઓ ઝૂમ ઍપ્લિકેશનની મદદથી જંગી કદના સ્ક્રીન્સ પર એકબીજાને નિહાળી શકે છે. ઝૂમ કૉન્ફરન્સિંગના દરેક સેશન દરમ્યાન ચિમ્પાન્ઝીઓ તેમના દૂરના મિત્રોને જોઈને બેહદ ખુશ થઈ જાય છે.