રેલવે-ટ્રૅક પર બાંધેલા ડૉગીને ટ્રેનના ડ્રાઇવરે બચાવી લીધું
રેલવે-ટ્રૅક પર બાંધેલા ડૉગીને ટ્રેનના ડ્રાઇવરે બચાવી લીધું
ચિલીમાં એક ટ્રેન-ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને એક ડૉગીને ટ્રૅક પરથી બચાવી લીધું હતું. આ ડૉગી કંઈ એમ જ રખડતું ટ્રૅક પર આવી પહોંચ્યું હોય એવું નહોતું, પણ એને ઇરાદાપૂર્વક કોઈક ટ્રૅક સાથે બાંધી ગયેલું. ટ્રેક પાસે ઑરેન્જ લોકોમાટિવ એન્જિન લઈને એક ડ્રાઇવર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોરથી હૉર્ન માર્યું પણ સામેથી ડૉગી હટ્યો નહીં.
રાધર, ડૉગી જોરજોરથી ભસી રહ્યો હતો. તેને પણ ભાસ થઈ ગયેલો કે ટ્રેન આવશે અને એને ઉડાડી દેશે. ડૉગી વિહ્વળ થઈને આમતેમ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને ભસવાનું પણ ચાલુ જ હતું, પરંતુ એ સાંકળ તોડીને ભાગી શકતો નહોતો. ડ્રાઇવરને દૂરથી જ કંઈક અજુગતું લાગ્યું એટલે તેણે જોરથી બ્રેક મારી દીધી. લિટરલી ડૉગીની એકદમ નજીક જઈને જ એન્જિન ઊભું રહ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : 3 વર્ષની મહેનત પછી બનાવ્યો 10,30,315 સિક્કાઓનો પિરામિડ
ભયથી કંપી રહેલા ડૉગીને ડ્રાઇવરે છોડ્યો અને પોતાની સાથે જ એન્જિનમાં લઈ લીધું. આ ઘટનાની પોલીસ-ફરિયાદ નોંધાઈ હતી અને આવું કોણે કર્યું છે એની શોધ ચલાવવામાં આવી રહી છે. આ ડૉગીને સ્વસ્થ થવા માટે એક શેલ્ટર હોમમાં રાખ્યો છે અને સ્વસ્થ થયા પછી એને દત્તક આપવામાં આવશે.

