Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑનલાઇન શૉપ કરેલાં કપડાંનો રિટર્ન થવાનો રેશિયો વધ્યો એટલે ચીને અર્થ ટૅક્સ લગાવ્યો

ઑનલાઇન શૉપ કરેલાં કપડાંનો રિટર્ન થવાનો રેશિયો વધ્યો એટલે ચીને અર્થ ટૅક્સ લગાવ્યો

Published : 10 April, 2026 06:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ પછીની દરેક એક્સ્ટ્રા આઇટમ પર અલગથી ચાર્જ લાગશે. આ રકમ કંપની પર્યાવરણના સંવર્ધનનું કામ કરતી સંસ્થાઓને દાનમાં આપશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચીનમાં ઑનલાઇન શૉપિંગ કર્યા પછી એને રિટર્ન કરવાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. ન ગમે તો ૭ દિવસમાં કપડાં પાછાં મોકલાવી શકો છો એવી પૉલિસીને કારણે કપડાંનું શૉપિંગ ખૂબ વધ્યું છે. જોકે એની સાથે જ ફીટિંગ, કલર અને સ્ટાઇલ સૂટ ન થતી હોવાનાં કારણોસર લોકો એને રિટર્ન પણ બહુ કરવા લાગ્યા છે. ચીનનાં ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ્સના સર્વેમાં નોંધાયું છે કે મહિલાઓનાં કપડાંમાં ૫૦થી ૬૦ ટકા ઑર્ડર પાછા આવે છે. વેચાણ થવું, સામાન પૅક કરીને મોકલવો અને પાછો મગાવવો આ ત્રણેય પ્રક્રિયામાં ભારે કાર્બન એમિશન થાય છે. એનાથી પર્યાવરણ પર અસર પડે છે એટલે ચીને સ્ત્રીઓનાં કપડાંના ઑનલાઇન શૉપિંગ પર અર્થ ટૅક્સ લગાવવાનું નક્કી કર્યું છે. ઑર્ડર કરવાની સાથે જ આ ટૅક્સ લેવામાં આવશે. જો ગ્રાહક એ સામાન પોતાની પાસે રાખી લે તો તેને ટૅક્સના પૈસા પાછા મળી જશે, પણ જો સામાન પાછો આપે તો ટૅક્સ કપાઈ જાય એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. પહેલી એક આઇટમ પર લગભગ ૧૭૫ રૂપિયાનો ચાર્જ લાગશે. એ પછીની દરેક એક્સ્ટ્રા આઇટમ પર અલગથી ચાર્જ લાગશે. આ રકમ કંપની પર્યાવરણના સંવર્ધનનું કામ કરતી સંસ્થાઓને દાનમાં આપશે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK