Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૫ ફુટના મગરના પેટમાંથી મળ્યું ગાયબ થયેલા હોટેલમાલિકનું શબ

૧૫ ફુટના મગરના પેટમાંથી મળ્યું ગાયબ થયેલા હોટેલમાલિકનું શબ

Published : 06 May, 2026 04:44 PM | IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકામાં ૫૯ વર્ષનાં ગૅબ્રિઅલ બતિસ્તા નામના હોટેલ માલિક કેટલાય દિવસથી ગાયબ હતા. તેમની હોટેલ પાસે આવેલી કોમાટી નામની નદીમાં પૂર આવ્યું એ પછીથી તેઓ ક્યાંય જોવા મળી નહોતા રહ્યા.

૧૫ ફુટના મગરના પેટમાંથી મળ્યું ગાયબ થયેલા હોટેલમાલિકનું શબ

૧૫ ફુટના મગરના પેટમાંથી મળ્યું ગાયબ થયેલા હોટેલમાલિકનું શબ


સાઉથ આફ્રિકામાં ૫૯ વર્ષનાં ગૅબ્રિઅલ બતિસ્તા નામના હોટેલ માલિક કેટલાય દિવસથી ગાયબ હતા. તેમની હોટેલ પાસે આવેલી કોમાટી નામની નદીમાં પૂર આવ્યું એ પછીથી તેઓ ક્યાંય જોવા મળી નહોતા રહ્યા. લોકોને લાગ્યું હતું કે કદાચ તેઓ પૂરમાં તણાઈ ગયા હશે અથવા તો પાણીના વહેણ સાથે ક્યાંક દૂર પહોંચી ગયા હશે. પોલીસે ગૅબ્રિઅલને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધા, પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો નહીં. આખરે થોડા દિવસ પછી રેસ્ક્યુ ટીમને એક જાયન્ટ કદનો મગર જોવા મળ્યો. તે નદી કિનારે જોવા મળ્યો હતો. તેનું પેટ ફુલેલું હતું અને અંદરના વજનને કારણે સુસ્ત થઈને હલચલ કર્યા વિના એમ જ પડ્યો રહેતો હતો. તેનું વર્તન સામાન્ય નહોતું. તેને ડરાવવા છતાં તે હલતો નહોતો. તેનું પેટ જે રીતે ફુલેલું એ જોતાં રેસ્ક્યુ ટીમને શંકા ગઈ કે આ મગરભાઈ કદાચ આખેઆખા માણસને ગળી ગયા હોય એવું શક્ય છે. એ શંકાને આધારે રેસ્ક્યુ ટીમે વનઅધિકારીઓ પાસેથી તેને મારવાની પરવાનગી માગી. પરવાનગી લઈને તેમણે નદી કિનારે હેલિકૉપ્ટર ઉતાર્યું અને દોરડા સાથે મગરને બાંધીને ઍરલિફ્ટ કરીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. મગરનું પેટ ફાડીને જોવામાં આવ્યું તો એમાંથી માણસના શરીરના કેટલાક હિસ્સા મળ્યા. હાથ, પાંસળીઓ અને પગના હાડકાં બે ભાગમાં છૂટા થઈ ગયા હતા. જોકે એક આંગળીમાં પહેરેલી વીંટીના આધારે રેસ્ક્યુ ટીમે એ મરનાર વ્યક્તિ ગૅબ્રિઅલ જ હતો એવું પાકું કર્યું. આ જ મગરના પેટમાંથી છ જોડી જૂતાં પણ મળ્યા હતા. આ જૂતાં કોના હતાં એ ખબર નહોતી પડી. જોકે પ્રાણી નિષ્ણાતોનું માનવું છે કે કદાચ આ પહેલાં પણ આ મગર માણસોને ગળીને પચાવી ગયો હોવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 04:44 PM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK