અમેરિકાના અલાસ્કા રાજ્યના કૅચિકન શહેરમાં રહેતી મૅરી પર્લ જેલ્મર રૉબિન્સન નામની મહિલાનું મોંનું જડબું ૭.૬૨ સેન્ટિમીટર પહોળું થાય છે
મૅરી પર્લ જેલ્મર રૉબિન્સન નામની મહિલાનું મોંનું જડબું ૭.૬૨ સેન્ટિમીટર પહોળું થાય છે
હજી થોડા સમય પહેલાં જ આપણે વિશાળ મોંફાટ ધરાવતી અમેરિકાના મેન શહેરમાં રહેતી સામન્થા રૅમ્સડેલના રેકૉર્ડ વિશે વાત કરેલી. જોકે એ રેકૉર્ડ તૂટી ગયો છે. અમેરિકાના અલાસ્કા રાજ્યના કૅચિકન શહેરમાં રહેતી મૅરી પર્લ જેલ્મર રૉબિન્સન નામની મહિલાનું મોંનું જડબું ૭.૬૨ સેન્ટિમીટર પહોળું થાય છે અને એમાં ૧૦ પૅટીસવાળું બર્ગર પણ તે ખાઈ શકે છે. લોકો તેને જોઈને કહે છે કે આ છોકરીનું મોં છે કે મગરમચ્છનું જડબું? મૅરી પર્લ આરામથી ટેનિસ બૉલ મોંમાં નાખીને મોં બંધ કરી શકે છે, આખેઆખું સફરજન કે સંતરું મોંમાં નાખીને પૂરેપૂરું બંધ કરી શકે છે. દસ પૅટીસવાળું બર્ગર પણ તે આરામથી મોંમાં મૂકીને બાઇટ કરી શકે છે. મૅરીનું કહેવું છે કે ‘મારે સાત ભાઈ-બહેન છે. એ બધામાંથી મારું જડબું બહુ મોટું હતું. નાનપણથી જ બધા મારા મોંમાં અતરંગી ચીજો નાખીને મસ્તી કરતા હતા. એક વાર તો મારા મોંમાં લાઇટનો બલ્બ પણ નાખી દીધેલો જે ફૂટ્યા વિના એમ જ બહાર પણ નીકળી ગયો હતો.’

