Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭ બાળકો અને પત્નીને છોડીને ૪૬ વર્ષે આ ભાઈ ૬ વર્ષની છોકરીની જેમ જીવવા લાગ્યા

૭ બાળકો અને પત્નીને છોડીને ૪૬ વર્ષે આ ભાઈ ૬ વર્ષની છોકરીની જેમ જીવવા લાગ્યા

Published : 30 April, 2026 12:54 PM | IST | Ottawa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૉલ ૬ વર્ષની બાળકી જેવાં ટૂંકાં ફ્રૉક પહેરીને ફરે છે અને સૉફ્ટ ટૉય્ઝ સાથે રમે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


કૅનેડામાં મેકૅનિકનું કામ કરતા પૉલ વૉલ્શ નામના ભાઈ એકદમ નૉર્મલ દાંપત્યજીવન જીવતા હતા. ૨૩ વર્ષના સુખી લગ્નજીવનથી તેમને ૭ બાળકો પણ હતાં. જોકે ૨૦૧૫માં ૪૬ વર્ષની ઉંમરે તેમને અચાનક શું થયું કે તેમણે અલગ જ પ્રકારની જીવનશૈલી જીવવાનું નક્કી કરી લીધું. આ ભાઈને ૪૬ વર્ષની ઉંમરે ૬ વર્ષની બાળકીની જેમ રહેવું હતું. સ્વાભાવિકપણે ઘરમાં સાત-સાત સંતાનો હોય અને તેમના ઉછેરની જવાબદારી હોય ત્યારે ઘરનો મોભી આમ બાળક બની જાય તો માની શું હાલત થાય. પત્નીએ શરૂમાં વિરોધ કર્યો અને લડાઈઝઘડા પણ કર્યા, પરંતુ પૉલભાઈમાં કોઈ સુધારો થાય એવું ન લાગતાં પત્નીએ છૂટા થઈ જવાનું નક્કી કર્યું. તે પોતાનાં ૭ સંતાનો સાથે જુદી થઈ ગઈ. બસ, ત્યારથી પૉલભાઈને પોતાની રીતે જીવવાની છૂટ મળી ગઈ.



પૉલ ૬ વર્ષની બાળકી જેવાં ટૂંકાં ફ્રૉક પહેરીને ફરે છે અને સૉફ્ટ ટૉય્ઝ સાથે રમે છે. તે માથા પર ચોટલીઓ બનાવે છે. નવાઈની વાત એ છે કે હવે તે એક વૃદ્ધ કપલની સાથે રહે છે. આ કપલને તે મમ્મી-પપ્પા કહીને બોલાવે છે. તાજેતરમાં પૉલભાઈએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે પોતાની આ લાઇફસ્ટાઇલને તેમની અંદરની ભાવનાઓનું એક્સપ્રેશન ગણાવ્યું હતું. પોતાનું આવી જીવનશૈલી શૅર કરતું ઇન્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે. એમાંથી તેનો જીવનનિર્વાહ ચાલી જાય એટલું આરામથી મળી જાય છે. બાળક તરીકેના જીવનને પણ હવે તો ૧૦ વર્ષ થઈ ગયાં, પણ પૉલભાઈની નથી ઉંમર વધી કે ન તેમને આ જીવનશૈલીથી કોઈ કંટાળો આવ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 12:54 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK