આપણે ત્યાં જેમ ઉત્તરાયણ મનાવાય છે એમ આસામમાં નવો પાક થયાની ખુશીમાં માઘ બિહૂ અથવા તો ભોગાલી બિહૂ નામનો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. આ વાઇબ્રન્ટ હાર્વેસ્ટ ફેસ્ટિવલમાં સૌથી મોટું આકર્ષણ હોય છે
અજબગજબ
આસામમાં નવો પાક થયાની ખુશીમાં માઘ બિહૂ અથવા તો ભોગાલી બિહૂ નામનો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે
આપણે ત્યાં જેમ ઉત્તરાયણ મનાવાય છે એમ આસામમાં નવો પાક થયાની ખુશીમાં માઘ બિહૂ અથવા તો ભોગાલી બિહૂ નામનો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. આ વાઇબ્રન્ટ હાર્વેસ્ટ ફેસ્ટિવલમાં સૌથી મોટું આકર્ષણ હોય છે પાક લણ્યા પછી વધેલા પૂળામાંથી અલગ-અલગ શેપની મેજી એટલે કે ઝૂંપડીઓ બનાવવાની. આજકાલ તો આ મેજીના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. સ્થાનિક લોકો એને ભેલા ઘોર પણ કહે છે. આ પૂળા બનાવ્યા પછી માઘ બિહૂ ઉત્સવ દરમ્યાન લોકો એની આસપાસ ખાણીપીણીની પાર્ટી કરે છે અને બીજા દિવસે એને ઢોલ-નગારાં અને સંગીત સાથે એની ફરતે સરઘસ કાઢે છે અને પછી એ ઝૂંપડીને બાળી નાખે છે. આગને આસામી પરંપરામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે. એવી માન્યતા છે કે મેજી બાળી નાખવાથી તમામ નકારાત્મકતાનો નાશ થાય છે અને નવો શુભારંભ થાય છે.