સોશ્યલ મીડિયામાં આવા જ એક માણસની કારનો ફોટો ફરતો થયો છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લોકોને લોન લેવાની એટલી ખરાબ આદત પડી ગઈ છે કે હપ્તેથી મળતો હોય તો લોકો હાથી પણ ઘરે લઈ આવે. મધ્યમ વર્ગના લોકોને છતથી માંડીને મોટા ભાગની વસ્તુઓ લોનથી જ લેવી પડે છે અને એટલે હપ્તા પૂરા ન થાય ત્યાં સુધી એ વસ્તુને જીવની જેમ સાચવતા હોય છે. સોશ્યલ મીડિયામાં આવા જ એક માણસની કારનો ફોટો ફરતો થયો છે. કારમાં લોકો ભગવાનનું નામ, ચિત્ર કે સુવાક્યો લખાવતા હોય છે, પણ આ ભાઈએ કારની પાછળ ‘keep distance EMI is Pending’ લખાવ્યું છે. હપ્તા બાકી છે એટલે અંતર જાળવવા લોકોને જાણ કરી છે. કાચ પર ‘મારો દીકરો’નું સ્ટિકર પણ લગાડ્યું છે.