ઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એક વર્ષની મહેનતથી રામાયણની કથા એક જ શબ્દમાં સમાવી દીધી છે. ગઈ કાલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પૂરા ભારતમાં ધામધૂમથી મનાવાયો ત્યારે આ સાહિત્યકારની એક વર્ષની મહેનતને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
સાહિત્યકાર શિવકુમાર પાંડે
ઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એક વર્ષની મહેનતથી રામાયણની કથા એક જ શબ્દમાં સમાવી દીધી છે. ગઈ કાલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પૂરા ભારતમાં ધામધૂમથી મનાવાયો ત્યારે ઝારખંડના આ સાહિત્યકારની એક વર્ષની મહેનતને અંતે બનેલા એક શબ્દને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. રામાયણ અનેક ભાષાઓમાં અને અનેક શૈલીમાં લખાઈ છે, પરંતુ આ સાહિત્યકારે આખી રામકથાને એક જ શબ્દમાં વર્ણવવાનું બીડું ઝડપ્યું છે.
ઝારખંડના પલામુ ગામમાં રહેતા શિવકુમાર પાંડે મૂળ આયુર્વેદ ડૉક્ટર અને સાહિત્યકાર છે. ૧૫ વર્ષથી સાહિત્યક્ષેત્રે કામ કરતા શિવકુમારે ૧૫ અલગ-અલગ શૈલીઓમાં સાહિત્યની રચના કરી છે. એક શબ્દનું રામાયણ બનાવવા માટે તેમણે વિવિધ અક્ષરોને એવી રીતે એકત્ર કર્યા છે કે એને ઉકેલીને સમજવા માટે સાતથી આઠ કલાક જોઈએ એવું તેમનું માનવું છે. રામકથાના તમામ પહેલુઓ અને રામના તમામ ગુણોનું વર્ણન આ એક જ શબ્દમાં થઈ જાય છે.

