Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાની યુવાને ઍનિમેટેડ પત્ની સાથે છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી મનાવી

જપાની યુવાને ઍનિમેટેડ પત્ની સાથે છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી મનાવી

Published : 07 November, 2024 01:29 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાલ્પનિક પાત્રો પ્રત્યે જાતીય રીતે આકર્ષાય એને ફિક્ટોસેક્શુઅલ કહેવાય છે.

અકિહિકો કોંડો

અજબગજબ

અકિહિકો કોંડો


જપાનના ૪૧ વર્ષના અકિહિકો કોંડોએ ૨૦૧૮માં હાત્સુને મિકુ સાથે લગ્ન કર્યાં હતાં અને ૪ નવેમ્બરે બન્નેએ છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી મનાવી હતી. મિકુ માણસ નથી, પણ ઍનિમેટેડ કૅરૅક્ટર છે. વૉકલૉઇડ વર્ચ્યુઅલ ફીમેલ સિંગર છે. કોંડો સ્કૂલમાં હતો ત્યારે તેને મહિલાઓ પ્રત્યે રુચિ હતી. તેને ૭ વાર પ્રેમ થયો હતો, પણ સાતેય વાર તેને જાકારો મળ્યો. તે ઓટાકુ એટલે કે કાલ્પનિક પાત્રોથી વધુ આકર્ષાતો હતો એટલે લોકો તેની મશ્કરી કરતા અને ક્યારેક તો કોઈ તેને ધમકાવતું પણ ખરું. ૨૦૦૭માં આ પાત્રની શોધ થઈ ત્યારથી કોંડોને એની સાથે પ્રેમ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે ઑફિસમાં બધાએ તેની એટલી બધી મશ્કરી કરી, સાથી-કર્મચારીઓએ તેને એટલો બધો ધમકાવ્યો કે તેને એડ્જસ્ટમેન્ટ ડિસઑર્ડરની બીમારી થઈ ગઈ અને તેણે ઘણા દિવસો સુધી રજા પર રહેવું પડ્યું. એ પછી ૨૦૧૮માં કોંડોએ એની સાથે લગ્ન કરી લીધાં. એ સમયે તેણે ‘ફિક્ટોસેક્શુઅલ’ શબ્દની શોધ કરી હતી. કાલ્પનિક પાત્રો પ્રત્યે જાતીય રીતે આકર્ષાય એને ફિક્ટોસેક્શુઅલ કહેવાય છે. ગયા વર્ષે કોંડોએ ફેક્ટોસેક્શુલિટી માટે એક અસોસિએશન પણ શરૂ કર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2024 01:29 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK