દીકરાનાં લગ્નની બારાતને ચાર ચાંદ લગાવવા અને તેને સરપ્રાઇઝ આપવા માટે પિતાએ વરઘોડામાં નાચવા માટે રશિયાથી ૨૦ ડાન્સર્સ બોલાવી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
દીકરાના વરઘોડામાં નાચવા માટે પિતાએ બોલાવી ૨૦ રશિયન સુંદરીઓને
દીકરાનાં લગ્નની બારાતને ચાર ચાંદ લગાવવા અને તેને સરપ્રાઇઝ આપવા માટે પિતાએ વરઘોડામાં નાચવા માટે રશિયાથી ૨૦ ડાન્સર્સ બોલાવી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ભવ્ય વરઘોડામાં ‘અક્ષિત કી બારાત’ લખેલું છે અને બન્ને બાજુ લાલ છત્રવાળા લૅમ્પ લઈને માણસો ચાલી રહ્યા છે. વરરાજા અક્ષિત વિન્ટેજ લાલ ઓપન કારમાં ઊભો છે અને કારની આજુબાજુ ગોલ્ડન-સિલ્વર ચળકતા ઉત્તેજક બોલ્ડ ડ્રેસ પહેરીને હાથમાં ચળકતી નિયોન ટ્યુબ્સ લઈને બ્યુટિફુલ રશિયન ડાન્સર્સ ઇન્ડિયન ગીતો પર નાચતી દેખાઈ રહી છે. આ વરઘોડો આખા રસ્તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પિતાએ પોતાના દીકરાને રાજી રાખવા માટે ૨૦ રશિયન યુવતીઓને ઠૂમકા લગાવવા બોલાવી હતી.

