હરિયાણામાં અનોખાં લગ્ન થયાં જેમાં પંડિત વિના અને ફેરાવિધિ કર્યા વિના લગ્ન કરવામાં આવ્યાં. અહીં દુલ્હા-દુલ્હન તો હતાં, પણ કોઈ બૅન્ડવાજા અને બારાત વિના અને કોઈ લગ્નવિધિ પણ કર્યા વિના લગ્ન થયાં. યુગલનું કહેવું છે કે શહીદ ભગત સિંહની સાક્ષીએ લગ્ન કર્યા.
સર્વેશ ભુક્કર અને પારસના લગ્ન
હરિયાણામાં એક અનોખાં લગ્ન થયાં જેમાં પંડિત વિના અને ફેરાવિધિ કર્યા વિના જ લગ્ન કરવામાં આવ્યાં. અહીં દુલ્હા-દુલ્હન તો હતાં, પણ કોઈ બૅન્ડવાજા અને બારાત વિના અને કોઈ લગ્નવિધિ પણ કર્યા વિના લગ્ન થયાં. હરિયાણાના ગોરિયા ગામમાં શહીદ ભગત સિંહ યુવા મંચના સભ્ય સર્વેશ ભુક્કર નામના દુલ્હાનાં લગ્ન પારસ નામની દુલ્હન સાથે થયાં. તેમણે માત્ર કેક કાપી અને એકમેકને વરમાળા પહેરાવી. કોઈ સોના-ચાંદીનાં આભૂષણોનો ભભકો પણ નહોતો કર્યો. લગ્ન પછી તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને પૂજા દરમ્યાન વપરાયેલાં પુષ્પોને શહીદ ભગત સિંહની તસવીર સામે અર્પણ કરી દીધાં. એ દરમ્યાન ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘શહીદ ભગત સિંહ અમર રહે..’ના નારા લગાવ્યા હતા. યુગલનું કહેવું છે કે અમે શહીદ ભગત સિંહની સાક્ષીએ લગ્ન કર્યાં છે. લગ્નમાં હાજર રહેલા મહેમાનોને છોડ આપીને વિદાય કરવામાં આવ્યા હતા.

