જેમ્સ બૉન્ડની ફિલ્મ હોય અથવા ૭૦ના દાયકાના વિલન અજિતની ફિલ્મ હોય તો એ ફિલ્મોમાં આવું શક્ય હોય, પણ હાર્વર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીએ ચહેરો વાંચી શકે એવાં ચશ્માં બનાવ્યાં છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીએ ચહેરો વાંચી શકે એવાં ચશ્માં બનાવ્યાં
જેમ્સ બૉન્ડની ફિલ્મ હોય અથવા ૭૦ના દાયકાના વિલન અજિતની ફિલ્મ હોય તો એ ફિલ્મોમાં આવું શક્ય હોય, પણ હાર્વર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીએ ચહેરો વાંચી શકે એવાં ચશ્માં બનાવ્યાં છે. આ ચશ્માં પહેરીને તમે જે માણસ સામે જુઓ એટલે એ માણસનું નામ, વ્યવસાય અને પરિવાર સહિતની બધી માહિતી તમને મળી જાય. આ વિદ્યાર્થીઓએ ચશ્માંમાં મેટા સ્માર્ટ ગ્લાસિસનો ઉપયોગ કર્યો છે. તેમણે બૉસ્ટનની મેટ્રો ટ્રેન અને રસ્તા પર આ ચશ્માં પહેરીને ટ્રાયલ લીધી હતી અને આશ્ચર્યજનક રીતે એ સફળ પણ રહી હતી. આ ચશ્માંને મોબાઇલ, લૅપટૉપ કે અન્ય કોઈ ગૅજેટ્સ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. પછી સામેની વ્યક્તિની તમામ માહિતી તમારાં ગૅજેટ્સમાં તરત જ આવી જશે. જોકે ગુપ્તતાના અધિકારનો ભંગ થતો હોવાને કારણે આનો વિરોધ પણ થઈ રહ્યો છે.



