સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર વાઇરલ થયેલા આ વિડિયોથી નેટિઝન્સ સ્તબ્ધ છે
મગર સાથે મજાકના વિડિયોથી નેટિઝન્સ સ્તબ્ધ
મગર સાથે અંતર જાળવવાની સલાહ આપવામાં આવતી હોય છે. મગર ક્યારે અચાનક હુમલો કરીને તમને બચકું ભરે કે પાણીમાં ખેંચી જાય એ જાણવું અશક્ય હોય છે.
તાજેતરમાં એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં એક માણસ મગરમચ્છનો પોશાક પહેરીને નદીકાંઠે સુસ્ત પડી રહેલા મગરના શરીરનાં અંગો વારંવાર ખેંચીને એની ટીખળ કરી રહ્યો છે. આ જોખમી સ્ટન્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘કયો નશો કર્યો છે?’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ પર વાઇરલ થયેલા આ વિડિયોથી નેટિઝન્સ સ્તબ્ધ છે. એક નેટિઝને લખ્યું કે ‘બહાદુરી અને મૂર્ખાઈ વચ્ચેની ભેદરેખા ઘણી પાતળી હોય છે.’ બીજાએ કહ્યું કે ‘મરવાની સર્જનાત્મક રીત.’ તો વળી ત્રીજાએ લખ્યું છે, ‘જ્યાં સુધી મગરમચ્છ શાંત છે ત્યાં સુધી જ તારી મજા ટકશે.`
થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકામાં એક ઝૂકીપર પર મગરમચ્છે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો, જે લાઇવ શો દરમ્યાન પર્યટકોને બતાવવા મગરમચ્છની પીઠ પર બેસી ગયો હતો, પણ એ સમયે મગરે અચાનક મોઢું ફેરવીને તેના ડાબા પગમાં બચકું ભર્યું હતું.