ગૉડવિટ પક્ષીઓ થાકને કારણે કે ખરાબ હવામાનને કારણે પાણીમાં પડે તો બચી શકતાં નથી
ગૉડવિટ પક્ષી
પાંચ મહિનાના બાર-ટેઇલ્ડ ગૉડવિટ પક્ષીએ ૧૧ દિવસમાં સતત ૧૩૫૦૦ કિલોમીટર ઊડીને સૌથી લાંબા અંતરના સ્થળાંતરનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કાયમ કર્યો છે.
પ્રત્યેક શરદ ઋતુમાં લાખો સ્થળાંતરિત પક્ષીઓ આગામી ઠંડીથી બચવા તેમ જ ખોરાક મેળવવા તથા સંવર્ધન માટે લાંબા અંતરના જોખમી પ્રવાસે ઊપડી જતાં હોય છે, જેમાંનાં ઘણાં ૧૦૦૦૦ કિલોમીટર (લગભગ ૬૨૦૦ માઇલ્સ) સુધીનો પ્રવાસ કરતાં હોય છે. જોકે આ વર્ષે એક નાના પક્ષીએ સૌથી લાંબા અંતરનું ૧૩૫૬૦ કિલોમીટર (૮૪૨૫ માઇલ્સ)નું અંતર કાપી નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. જોકે આ અસામાન્ય પ્રવાસને કારણે વધુપડતું અંતર ઊડવાથી આ પક્ષીએ જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.
ADVERTISEMENT
ગયા મહિને આ નાનકડું પક્ષી શિયાળા માટે અલાસ્કાથી ન્યુ ઝીલૅન્ડ જવા ઊપડ્યું હતું, પરંતુ એની મુસાફરી દરમ્યાન એક તબક્કે એણે થોડો ચકરાવો લીધો જેને કારણે તેના પ્રારંભિક પ્રવાસમાં ૫૦૦ કિલોમીટર વધી ગયાં હતાં. જોકે આનાં ઘાતક પરિણામ આવી શકે છે. સામાન્ય રીતે ટૂંકી પૂંછડીવાળા શિયરવૉટર કે મટન પક્ષીઓ પાણી પર ઊતરી શકે છે, પરંતુ ગૉડવિટ પક્ષીઓ થાકને કારણે કે ખરાબ હવામાનને કારણે પાણીમાં પડે તો બચી શકતાં નથી. વૈજ્ઞાનિકોએ નાના ટ્રૅકરની મદદથી ગૉડવિટની ફ્લાઇટને ટ્રૅક કરી હતી.