૧૯૮૩ની ૧૪ ડિસેમ્બરે પહેલી વાર આ કારનું મૉડલ વેચાણમાં મુકાયું હતું. એ વખતે ખુદ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મારુતિ સુઝુકી ૮૦૦ કારના પહેલા ખરીદદાર હરપાલ સિંહને કારની ચાવી સુપરત કરી હતી.
હરપાલ સિંહ
સામાન્ય લોકો અફૉર્ડ કરી શકે એવી મારુતિ સુઝુકી ૮૦૦ કારના મૉડલને લૉન્ચ થયાને ગઈ કાલે ૪૦ વર્ષ થયાં હતાં. ૧૯૮૩ની ૧૪ ડિસેમ્બરે પહેલી વાર આ કારનું મૉડલ વેચાણમાં મુકાયું હતું. એ વખતે ખુદ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મારુતિ સુઝુકી ૮૦૦ કારના પહેલા ખરીદદાર હરપાલ સિંહને કારની ચાવી સુપરત કરી હતી. હરપાલ સિંહ ઇન્ડિયન ઍરલાઇન્સના કર્મચારી હતા અને તેમને એક લકી ડ્રૉમાં આ કાર મળી હતી જે ભારતની પહેલી મારુતિ સુઝુકી ૮૦૦ હતી. એક સમય હતો કે લગભગ દરેક કાર ઓનર પાસે આ જ મૉડલની કાર હતી. ઍમ્બૅસૅડરને રિપ્લેસ કરનાર ભારતની આ કાર લોકોને પરવડે એવી કારના સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.

