હીંચકા પર 360 ડિગ્રી સ્પિન કરી શકાય?
હીંચકા પર 360 ડિગ્રી સ્પિન કરી શકાય?
યુરોપના મોલ્ડોવામાં ત્રણ ટીનેજર ફ્રેન્ડે હીંચકા ખાવાનો એક વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. તમને થશે કે હીંચકા ખાવા કે ખવડાવવા એમાં વળી શું ધાડ મારવાની? જોકે આ સાથેની તસવીરો જોશો તો ખ્યાલ આવશે કે આ સાહસવીરોએ કેવો જોખમી સ્ટન્ટ કર્યો છે. ગયા વીક-એન્ડમાં સોશ્યલ મીડિયામાં તરતા મુકાયેલા આ વિડિયોમાં એક છોકરી હીંચકા પર બેઠી છે અને તેના બે દોસ્તો હીંચકાના બે તરફના સળિયા પર ચડીને ઊભા રહી ગયા છે. એ પછી ઊભેલા મિત્રો હીંચકા પર બેઠેલી છોકરીને લિટરલી ૩૬૦ ડિગ્રીએ હીંચકા ખવડાવે છે.
આ પણ વાંચો : 7 દિવસમાં જ બન્યું 1 ઇંચની સ્ક્રિનવાળું વિશ્વનું સૌથી નાનું લૅપટૉપ
ADVERTISEMENT
જેમ રોલર-કોસ્ટર રાઇડમાં તમે આખું સર્કલ પૂરું કરીને નીચે આવો એવું જ આ હીંચકામાં થાય છે. જો હીંચકાની ગતિ સહેજ પણ ઘટે અને પછી એને ૩૬૦ ડિગ્રી સ્પિન કરાવવાની કોશિશ થાય તો એમાં બેઠેલી કન્યા ઊંધા માથે નીચે પડી શકે એમ છે.