૩૦ વર્ષની સૉફી સુપરફેટેશન તરીકે ઓળખાતી દુર્લભ ઘટનાને કારણે એક મહિનામાં બે વખત ગર્ભવતી થઈ હતી,
Offbeat News
સૉફી સ્મૉલે
ઇંગ્લૅન્ડમાં રહેનારી એક દીકરાની મમ્મીના આનંદનો પાર ન રહ્યો, જ્યારે તેને ખબર પડી કે તેને જોડિયાં બાળક જન્મવાનાં છે. જોકે બન્નેના વિકાસમાં ૨૮ દિવસનો ફરક હશે. સૉફી સ્મૉલે બાળકને જન્મ આપ્યો ત્યારે ડાર્સીનું વજન ૧.૮ કિલો અને હોલીનું વજન ૨.૭ કિલો હતું. સૉફી ગર્ભવતી હતી ત્યારે પણ ડૉક્ટરો પરેશાન હતા, કારણ કે બન્નેના વિકાસમાં બહુ મોટો ફરક હતો. ૩૦ વર્ષની સૉફી સુપરફેટેશન તરીકે ઓળખાતી દુર્લભ ઘટનાને કારણે એક મહિનામાં બે વખત ગર્ભવતી થઈ હતી, જેમાં પ્રથમ ગર્ભાવસ્થા દરમ્યાન જ બીજી વખત ગર્ભવતી થાય છે. સૉફીએ કહ્યું કે ‘હું બે બાળકોને જન્મ આપી રહી હતી જે અલગ-અલગ તબક્કામાં ઊછરી રહ્યાં હતા, પરંતુ અમને એની ખબર નહોતી. જોડિયાં બાળકો જન્મવાને કારણે હું ખુશ હતી. ડૉક્ટરો માની રહ્યા હતા કે કંઈક ખોટું થઈ રહ્યું છે. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે બન્નેની વૃદ્ધિમાં ૩૫ ટકા તફાવત હતો. જે બહુ મોટો હતો.’ બન્ને જોડિયાં હોવા છતાં બન્ને વચ્ચે ઘણો ફરક છે. હોલી રાજકુમારી બનવા માગે છે, તો ડાર્સી ટૉમબૉય જેવી છે અને તેને ટ્રેન-ડ્રાઇવર બનવાની ઇચ્છા છે.