ધરમપુર-ઈસ્ટની ગવર્નમેન્ટ સ્કૂલમાં ગણતંત્ર દિનની ઉજવણી વખતે હેડમાસ્તર સંજય કુમાર નશામાં ધૂત હાલતમાં ધ્વજ ફરકાવવા ઊભા થયા ત્યારે સીધા ઊભા પણ રહી શકતા નહોતા.
ગણતંત્ર દિનની ઉજવણી વખતે હેડમાસ્તર સંજય કુમાર નશામાં ધૂત હાલતમાં ધ્વજ ફરકાવવા ઊભા થયા
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મીનાપુર બ્લૉક, ધરમપુર-ઈસ્ટની ગવર્નમેન્ટ સ્કૂલમાં ગણતંત્ર દિનની ઉજવણી વખતે હેડમાસ્તર સંજય કુમાર નશામાં ધૂત હાલતમાં ધ્વજ ફરકાવવા ઊભા થયા ત્યારે સીધા ઊભા પણ રહી શકતા નહોતા. તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. હેડમાસ્તરની આવી હાલત જોઈને ગામવાસીઓએ તરત વિધાનસભ્ય મુન્ના યાદવને જાણ કરી હતી અને તેમણે પોલીસને જણાવતાં પોલીસે ઍક્શન લઈને સ્કૂલ પહોંચીને હેડમાસ્ટરની ધરપકડ કરી હતી. પોલીસ-તપાસ અને બ્રીધિંગ ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેમણે ઘણો દારૂ પીધો હતો.
પોલીસે હેડમાસ્ટરની ધરપકડ કરી ત્યારનો વિડિયો વાઇરલ થયો છે. એમાં હેડમાસ્ટર કહે છે, ‘મને પાંચ મહિનાથી પગાર નથી મળ્યો, ઘરખર્ચ કેમ કરવો એ પ્રશ્ન છે. જીવવા માટે દારૂ પીવો જરૂરી છે.’

