ચોમાસામાં બિલાડીના ટોપ ઊગી નીકળે એમ બ્રિટનમાં બાર્બર શૉપ ખૂલવા લાગી છે. ત્યાંની લોકલ ડેટા કંપનીના કહેવા પ્રમાણે દેશમાં ૧૮,૬૨૪ બાર્બર શૉપ છે. ૨૦૧૮ કરતાં અત્યારે ૫૦ ટકા દુકાનો વધી ગઈ છે.
બ્રિટનમાં બાર્બર શૉપ
ચોમાસામાં બિલાડીના ટોપ ઊગી નીકળે એમ બ્રિટનમાં બાર્બર શૉપ ખૂલવા લાગી છે. ત્યાંની લોકલ ડેટા કંપનીના કહેવા પ્રમાણે દેશમાં ૧૮,૬૨૪ બાર્બર શૉપ છે. ૨૦૧૮ કરતાં અત્યારે ૫૦ ટકા દુકાનો વધી ગઈ છે. નૅશનલ હેર ઍન્ડ બ્યુટી ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે ૬૬૫ હેરકટિંગ સલૂન તો ગયા વર્ષમાં જ ખૂલ્યાં છે. આટલાંબધાં સલૂને પોલીસના મનમાં શંકા ઊભી કરી અને જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ સલૂનો બહારથી બાર્બર શૉપ લાગે છે પણ અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. હેરકટિંગ સલૂનના નામે ડ્રગ્સનો વેપાર થાય છે, ગેરકાયદે ઘૂસેલા પ્રવાસીઓની તસ્કરીમાંથી મળેલા પૈસા વાઇટ કરવામાં આવે છે. માનવતસ્કરી કરતી ટોળકીનો સૂત્રધાર ૨૦૨૨માં પકડાયો ત્યારે પહેલી વાર આ કૌભાંડની ખબર પડી હતી. આવાં સલૂનોને આતંકવાદ સાથે સંબંધ હોવાનું પણ ત્યાંની પોલીસ માને છે.

