ધોની ખીચડી, કોહલી ખમણ, પંડ્યા પાતરાં, હરભજન હાંડવો, મોટેરા થાલી
ધોની ખીચડી, કોહલી ખમણ, પંડ્યા પાતરાં, હરભજન હાંડવો, મોટેરા થાલી
સુરતનું જમણ વિશ્વવિખ્યાત છે, પરંતુ હવે અમદાવાદ જાઓ તો પણ કેટલાક ઠેકાણે વાનગીઓનો સ્વાદ ચાખ્યા વગર ત્યાંથી બહાર ન નીકળાય એવું ખાણીપીણીના શોખીનો નક્કી કરી લે એવો માહોલ જામ્યો છે. અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ ચાલી રહ્યો છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ પછી હવે ટી૨૦ શ્રેણી શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં સતત આટલો બધો લાંબો ક્રિકેટ-ફીવર અગાઉ ક્યારેય જોવા નહીં મળ્યો હોય.
આ અવસરનો લાભ લઈને અહીંની મૅરિયટ હોટેલની ધ સિટી કોર્ટયાર્ડ રેસ્ટોરાંમાં ગ્રાહકોને આકર્ષવા માટે સરસ તરકીબ અજમાવવામાં આવી છે. એ રેસ્ટોરાંમાં વાનગીઓનાં નામમાં રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પિન્ક બૉલ સિરીઝમાં ઇન્ડિયન ટીમના અફલાતૂન પ્રદર્શન અને નડિયાદી ગોલંદાજ અક્ષર પટેલે મચાવેલા તરખાટનો માહોલ ક્રિકેટરસિકોના દિલોદિમાગમાં પુરબહારમાં ખીલી રહ્યો છે ત્યારે લોકોને મોજ પડે એવા વાનગીઓનાં નામ રેસ્ટોરાંના મેન્યૂ-કાર્ડમાં જોવા મળે છે. રેસ્ટોરાંના ક્રિકેટ રાસ ફેસ્ટિવલમાં પ્રાસ મેળવીને કેવાં-કેવાં નામ પાડવામાં આવ્યાં છે એ તો જૂઓ; ધોની ખીચડી, કોહલી ખમણ, પંડ્યા પાતરાં, હરભજન હાંડવો, બાઉન્સર બાસુંદી, બુમરાહ ભિંડી-શિમલા મિર્ચ, ભુવનેશ્વર ભર્થા, રોહિત આલુ રસીલા વગેરે વગેરે. ફક્ત નામ વાંચીને પણ ક્રિકેટનો મૂડ જામી જાય અને મોઢામાં પાણી આવી જાય. થાળીના બે નામ છે - એક મોટેરા થાળી અને બીજી વધારે મોટી થાળીને વિકેટકીપર પાર્થિવ પટેલનું નામ આપવામાં આવ્યું


