બન્ને ભાઈ વ્યસન કરીને રાત્રે ચોરી કરવા જતા હતા. પોલીસે પકડ્યા ત્યારે બન્નેને પાસેથી ૨.૭૫ લાખ રૂપિયાની મતા કબજે કરી હતી.
ભીંડના રવિ ધાનુક અને વિશાલ ધાનુક બન્ને ભાઈ છે
અનિલ કપૂર અને નાના પાટેકરની ફિલ્મ ‘વેલકમ’ જેવો સીન ગ્વાલિયરમાં સાચકલો થયો છે. ભીંડના રવિ ધાનુક અને વિશાલ ધાનુક બન્ને ભાઈ છે અને તેઓ દિલ્હીની એક જ છોકરીના પ્રેમમાં પડ્યા હતા. તે પ્રેમિકાના શોખ અને નખરાં બહુ મોંઘાં હતાં, પણ પ્રેમિકા હતી એટલે ખુશ રાખવા માટે બન્ને ભાઈ ચોરીના રવાડે ચડ્યા. ગ્વાલિયર, હસ્તીનાપુર વગેરે શહેરોમાં તેમણે એટલીબધી ચોરી કરી કે લોકો ત્રાસી ગયા અને છેવટે સાઇબર સેલની મદદથી પોલીસે બન્ને ભાઈને પકડી લીધા. એક ભાઈને દારૂનું વ્યસન હતું અને બીજાને એક પ્રકારની હેરોઇન સ્મૈકનું. બન્ને ભાઈ વ્યસન કરીને રાત્રે ચોરી કરવા જતા હતા. પોલીસે પકડ્યા ત્યારે બન્નેને પાસેથી ૨.૭૫ લાખ રૂપિયાની મતા કબજે કરી હતી.

