Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, આ ગાયમાતાને પાણીપૂરી બહુ ભાવે છે

બોલો, આ ગાયમાતાને પાણીપૂરી બહુ ભાવે છે

Published : 01 September, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાણીપૂરીની રેંકડી પર આવીને ગાયે ઠેલાવાળાને શિંગડાં મારી ગોલગપ્પાની ડિમાન્ડ કરી. દુકાનદારે પાણીપૂરી ખવડાવતાં ગાયે ચટકારો લઈને એક પછી એક વધુ પાણીપૂરી માગી હોવાનો મજેદાર વિડિયો વાઇરલ થયો છે.

બોલો, આ ગાયમાતાને પાણીપૂરી બહુ ભાવે છે

બોલો, આ ગાયમાતાને પાણીપૂરી બહુ ભાવે છે


મહિલાઓને તીખી-મીઠી અને ચટપટી ચાટ આઇટમો અને પાણીપૂરી બહુ ભાવે છે એવું કહેવાય છે. જોકે હવે તો ગાયને પણ ચાટ ભાવવા લાગી હોય એવું લાગે છે. સોશ્યલ મીડિયામાં એક પાણીપૂરીની રેંકડીવાળાએ વિડિયો શૅર કર્યો છે. એમાં એક ગાય પાછળથી ઠેલાવાળાને શિંગડાં મારે છે. ઠેલાવાળા માટે આ રોજનું હોય એમ લાગે છે એટલે તે ગાયને પોતાની પાછળથી સાઇડમાં દોરે છે. ઠેલાવાળો બોલતો દેખાય છે, ‘આપું છું મારી મા, ગોલગપ્પા આપું છું.’ દુકાનદાર પાણીપૂરી તૈયાર કરે ત્યાં સુધી ગાય ધીરજ રાખે છે અને ચટપટી પાણીપુરી દુકાનદાર એના મોંમાં નાખે છે ત્યારે જીભ બહાર કાઢીને ચટકારા લઈને એનો સ્વાદ લે છે. માથું હલાવીને વન બાય વન હજી વધુ પાણીપૂરી માગતી ગાયનો વિડિયો બહુ મજાનો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK