આઇડેન્ટિફિકેશન માટે પૅસેન્જરો રિબન કે વધારાના છોગા લગાવે છે એનાથી ચેકિંગ-પ્રોસેસ સ્લો થઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકોને ટેવ હોય છે કે ઍર-ટ્રાવેલ દરમ્યાન પોતાની બૅગ દૂરથી પણ ઓળખાઈ આવે એ માટે તેઓ એની પર ખાસ રિબન, ચેઇન કે લટકતો હોય એવો ટૅગ લગાવતા હોય છે. સુલભતાના ઇરાદાથી કરવામાં આવતી આ ચેષ્ટાથી લગેજ-ચેકિંગમાં તકલીફ થતી હોય છે એવું ઍરપોર્ટ ઑથોરિટીઝનું કહેવું છે. આયરલૅન્ડના ડબ્લિન ઍરપોર્ટ પરના બૅગેજ હૅન્ડલર તરીકે કામ કરતા અધિકારીઓએ એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આઇડેન્ટિફિકેશન માટે પૅસેન્જરો રિબન કે વધારાના છોગા લગાવે છે એનાથી ચેકિંગ-પ્રોસેસ સ્લો થઈ જાય છે. સામાન ફેરવતા કન્વેયર બેલ્ટમાં ઘણી વાર આવી ચીજો ભરાઈ જતાં બૅગને નુકસાન થાય છે અને સ્કૅનરની તકલીફ વધતી હોય છે. બૅગની સાઇડ પર કશુંક ઊબડખાબડ હોય એવું ચિપકાવવું પણ નહીં.

