પોલીસ ગાંજાચોરને શોધવાનું છોડીને પોતાની કારના ચોરોને પકડવા દોડી
પોલીસની કાર ચોરો ઉઠાવી ગયા
છત્તીસગઢના અંબિકાપુરમાં એક અજીબ ઘટના ઘટી. પોલીસને મળેલી ખુફિયા માહિતી અનુસાર ગાંજાનું સ્મગલિંગ પકડવા માટે પોલીસ કાફલો લઈને દરોડો પાડવા ગઈ હતી. પોલીસ જ્યારે ગાડીમાંથી ઊતરીને શંકાસ્પદ જગ્યાએથી આરોપીને પકડવા માટે શોધખોળ કરી રહી હતી એ દરમ્યાન કેટલાક ચોરો પોલીસની કાર ઉપાડી ગયા. પોલીસ ગાંજાચોરને શોધવાનું છોડીને પોતાની કારના ચોરોને પકડવા દોડી. શહેરના અલગ-અલગ થાણાની પોલીસ-ટુકડીઓ સાબદી થઈ ગઈ અને ચોરોને પોલીસની કારની સાથે અંબિકા શહેરથી જ પકડી લીધો હતો. છાપામારી કરવા ગયેલા એક પોલીસવાળાનો ફોન કારમાં રહી ગયો હતો એનું લોકેશન ટ્રૅક કરવાથી ચોરને પકડવાનું સહેલું થયું હતું.
