Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩ સેકન્ડમાં અડધો લીટર સોડા પીવાનો રેકૉર્ડ બનાવ્યો એક શેફે

૩ સેકન્ડમાં અડધો લીટર સોડા પીવાનો રેકૉર્ડ બનાવ્યો એક શેફે

Published : 20 October, 2026 07:12 PM | Modified : 20 October, 2026 07:20 PM | IST | Finland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિનલૅન્ડમાં ૨૬ વર્ષના તોમી કોટિલાઇનેન નામના એક શેફે અડધો લીટર સોડા સૌથી ઓછા સમયમાં પીવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સામાન્ય રીતે અમુક-તમુક સમયમાં સૌથી વધારે સોડા કે કોલ્ડ ડ્રિન્ક પીવાની સ્પર્ધાઓ થતી હોય છે.

૩ સેકન્ડમાં સોડા પીવાનો રેકૉર્ડ

અજબ ગજબ

૩ સેકન્ડમાં સોડા પીવાનો રેકૉર્ડ


ફિનલૅન્ડમાં ૨૬ વર્ષના તોમી કોટિલાઇનેન નામના એક શેફે અડધો લીટર સોડા સૌથી ઓછા સમયમાં પીવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સામાન્ય રીતે અમુક-તમુક સમયમાં સૌથી વધારે સોડા કે કોલ્ડ ડ્રિન્ક પીવાની સ્પર્ધાઓ થતી હોય છે, પરંતુ પીવાની સ્પીડ માટેની સ્પર્ધા ફિનલૅન્ડમાં થઈ હતી. એમાં સ્પર્ધકોએ પાંચ સેકન્ડની અંદર ૫૦૦ મિલીલીટર સોડા ગટગટાવી જવાની હતી. જોકે શેફ તોમીએ તમામ સ્પર્ધકોમાં અણધાર્યો અને રેકૉર્ડબ્રેક પર્ફોર્મન્સ આપ્યો હતો. તોમી જસ્ટ ૩ સેકન્ડમાં અડધો લીટર સોડા ગટગટાવી ગયો. તેની સ્પીડ એટલી હતી કે આપણે તોમીએ રેકૉર્ડ તોડ્યો એવું વાક્ય બોલીએ કે વાંચીએ એ પહેલાં જ તેણે એ કામ પૂરું કરી લીધું. 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 07:20 PM IST | Finland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK