આર્ટ, ડિઝાઇન અને કલાકારીનું બેનમૂન ઉદાહરણ માટે જાણીતું અને વિશ્વભરમાં કિંગ ઑફ જ્વેલરની શાખ ધરાવતું લંડનનું કાર્ટિઅર હાઉસ એક અનોખા એક્ઝિબિશનની તૈયારી કરી રહ્યું છે.
કાર્ટિઅર
આર્ટ, ડિઝાઇન અને કલાકારીનું બેનમૂન ઉદાહરણ માટે જાણીતું અને વિશ્વભરમાં કિંગ ઑફ જ્વેલરની શાખ ધરાવતું લંડનનું કાર્ટિઅર હાઉસ એક અનોખા એક્ઝિબિશનની તૈયારી કરી રહ્યું છે. દુનિયાભરના કિંગ્સ, રૉયલ્સ, મ્યુઝિશ્યન્સ, ફૅશન આઇકન્સ અને ઉદ્યોગપતિઓ કાર્ટિઅર હાઉસના ઇનોવેટિવ અને નાયાબ આર્ટવર્ક પહેરે છે. તાજેતરમાં લંડનના વિક્ટોરિયા ઍન્ડ ઍલ્બર્ટ મ્યુઝિયમમાં આ લેજન્ડરી જ્વેલરી હાઉસનું એક્ઝિબિશન આ વીક-એન્ડમાં થવા જઈ રહ્યું છે. દુનિયામાં કદી ન જોયા હોય એવા એક-એકથી ચડિયાતા ૩૫૦ આર્ટ ઑબ્જેક્ટ્સ અહીં જોવા મળશે. ૨૦૧૫માં બનેલું પૅન્થરનું બ્રેસલેટ, ૧૯૭૮માં બનેલું પૅન્થરનું બૅન્ગલ અને ૧૯૬૭માં બનેલી ખાસ રિસ્ટ વૉચ જેવા અનેક અદ્વિતીય આર્ટ જ્વેલરી પીસ અહીં જોવા મળશે. ૧૨ એપ્રિલે લંડનમાં આ એક્ઝિબિશન છે.

