ન્યુ યૉર્ક સિટીમાં ૨૧ ફેબ્રુઆરીથી ‘સ્મૉલ ઇઝ બ્યુટિફુલ એક્ઝિબિશન’ની શરૂઆત થવાની છે, જેમાં આર્ટની અજાયબી જોવા મળશે. જોકે આ એક્ઝિબિશન શરૂ થાય એ પહેલાં અમે એમાં રજૂ થનારાં કેટલાંક આર્ટવર્ક્સ અહીં રજૂ કરીએ છીએ...
આ આર્ટ એક્ઝિબિશનમાં ૧૮૦ મિનિએચર વર્ક્સ રજૂ થશે. કેટલાંક આર્ટવર્ક્સ તો માણસની આંગળી જેટલાં નાનાં છે. આ એક્ઝિબિશન આ પહેલાં પૅરિસ અને લંડનમાં યોજાઈ ચૂક્યું છે, પણ પહેલી વખત એ અમેરિકામાં યોજાવાનું છે.
આ એક્ઝિબિશનમાં કન્ટેમ્પરરી વર્ક્સ, પૉપ કલ્ચર, ઐતિહાસિક મ્યુઝિયમની રેપ્લિકા અને ઓરિજિનલ આર્ટવર્ક્સ પણ સામેલ હશે. પેઇન્ટ, પેપર, વુડ અને ક્લે એમ જુદાં-જુદાં મીડિયમ્સમાં તૈયાર કરવામાં આવેલાં આર્ટવર્ક્સને ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. જેમાંથી એક ધ્યાન ખેંચે એવું આર્ટવર્ક ઓરિગામી સ્ટૅચ્યુ છે, જેને સંપૂર્ણપણે કાગળમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવનારાં આર્ટવર્ક્સને પહેલાં જ જોઈ ચૂકેલા લોકોએ એને તૈયાર કરનાર આર્ટિસ્ટ્સની આર્ટ-સ્કિલ્સ, ઇમેજિનેશન અને સાથે ધીરજની ખૂબ પ્રશંસા કરી છે. આ એક્ઝિબિશનમાં ૩૨ ઇન્ટરનૅશનલ મિનિએચર આર્ટિસ્ટ્સનાં વર્ક્સ રજૂ કરવામાં આવશે.
13 February, 2023 12:25 IST | New York | Gujarati Mid-day Correspondent