જેમ કે સ્ટીલ સ્ટેપ્લર, સીપીયુ વાયરલેસ માઉસ, ઇકૉનૉમિક ઍલ્યુમિનિયમ લૅપટૉપ સ્ટૅન્ડ વગેરે વગેરે
બર્ગર ચેઇને વાનગીઓને આપેલા નામનું મેનુ
કૅનેડાની ગુડ ફૉર્ચ્યુન બર્ગર ચેઇને એનાં બર્ગર્સની દરેક વરાઇટીને ઑફિસમાં વપરાતાં સાધનોનાં નામ આપ્યાં છે; જેમ કે સ્ટીલ સ્ટેપ્લર, સીપીયુ વાયરલેસ માઉસ, ઇકૉનૉમિક ઍલ્યુમિનિયમ લૅપટૉપ સ્ટૅન્ડ વગેરે વગેરે. વેચાણ વધારવાનો આ એક કીમિયો છે, જેથી ઑફિસમાં કામ કરતા કર્મચારીઓ બિલ બતાવીને ઑફિસની વસ્તુ મગાવી હોવાનો દાવો કરતાં ખર્ચ રીઇમ્બર્સમેન્ટમાં મેળવી શકે. વેચાણ વધારવાની એ યુક્તિની સોશ્યલ મીડિયા પર થોડા લોકોએ ટીકા કરી અને ઘણા લોકોએ વખાણ પણ કર્યાં છે.

