બ્રાઝિલની આ મૉડલ પોતાના પરસેવાના ડ્રૉપલેટ્સથી બનેલા પરફ્યુમને ઑનલાઇન વેચી રહી છે
બ્રાઝિલની મૉડલ વેનેસા મૌરાની
બ્રાઝિલની મૉડલ વેનેસા મૌરાની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે. એનું કારણ તેની પરફ્યુમ બ્રૅન્ડ ‘ફ્રેશ ગૉડેસ’ છે, જેની ખાસિયત એ છે કે એમાં તેનો પરસેવો પણ મિક્સ કરેલો છે. બ્રાઝિલની આ મૉડલ પોતાના પરસેવાના ડ્રૉપલેટ્સથી બનેલા પરફ્યુમને ઑનલાઇન વેચી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે વેનેસાએ પોતાના આ બિઝનેસથી કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. વેનેસાએ કહ્યું હતું કે ‘મૅન્ડરિન ઑરેન્જ, બર્ગમોટ અને પિન્ક પેપરના ફ્રૂટી નોટ્સ સિવાય મારા પરફ્યુમમાં મારો પરસેવો પણ છે. એ પૅશન અને રહસ્યનું કૉમ્બિનેશન છે.’ તેણે જણાવ્યું હતું કે તેના એક્સ અને અત્યારના લવરે તેની બૉડીની સુગંધની પ્રશંસા કરી હતી. એ પછી તેને પરફ્યુમમાં પરસેવો મિક્સ કરીને વેચવાનો આઇડિયા આવ્યો હતો. વેનેસાએ વધુમાં કહ્યું હતું કે પુરુષોને તેના શરીરની મહેક આકર્ષે છે.

