ઑફિસ આવવાની ઉતાવળમાં પાછળની નંબર-પ્લેટ બદલવાનું રહી ગયું.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બિહારનાં મહિલા સરકારી અધિકારીની ખાનગી કારે અજાયબી સર્જી છે. કાર જોનારા લોકો કૌતુકથી કારની આગળ-પાછળ જોયા કરે છે. અરે, એનો વિડિયો અને ફોટો પણ સોશ્યલ મીડિયામાં પૂરપાટ ઝડપે ફરી રહ્યા છે. કારણ કે કારની નંબર-પ્લેટ જુદી-જુદી છે. સામાન્ય રીતે વાહનનું રજિસ્ટ્રેશન એક જ રાજ્યમાંથી કરાવવાનું હોય છે, પણ બિહાર સરકારનાં ઍડ્મિનિસ્ટ્રેશન બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર નેહાકુમારીની કારમાં આગળની નંબર-પ્લેટ બિહાર પાસિંગની છે અને પાછળની નંબર-પ્લેટ ઉત્તર પ્રદેશ પાસિંગની છે. તેમની કારમાં આગળ BR 06 DT 8204 નંબર છે અને પાછળ UP 14 CJ 7708 નંબર છે. અધિકારી નેહાકુમારીએ આ ગરબડ વિશે કહ્યું કે પહેલું રજિસ્ટ્રેશન યુપીમાં જ કરાવ્યું હતું, પણ પછી બિહારમાં ટ્રાન્સફર કરાવ્યું હતું. ઑફિસ આવવાની ઉતાવળમાં પાછળની નંબર-પ્લેટ બદલવાનું રહી ગયું.