પોલીસે જણાવ્યું કે ‘આ કેસ બૅન્કિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીનો અથવા સાઇબર છેતરપિંડી સાથે સંકળાયેલો લાગે છે
જિતેન્દ્ર સાહ
બિહારના બક્સર જિલ્લામાં હમણાં એક ઘટનાને લીધો હંગામો મચી ગયો હતો. અહીંના એક સામાન્ય હલવાઈ જિતેન્દ્ર સાહના બૅન્ક-અકાઉન્ટમાં અચાનક એક-બે લાખ રૂપિયા નહીં પણ પૂરા ૬૦૦ કરોડથી વધુની રકમ ક્રેડિટ થઈ ગયેલી દેખાઈ હતી.
જિતેન્દ્ર તો ગામના કસ્ટમર સર્વિસ પૉઇન્ટ (CSP)માં ફક્ત ૧૦૦ રૂપિયા ઉપાડવા ગયો હતો, પણ જ્યારે તેણે પાસબુક અપડેટ કરીને જોયું તો તેના અકાઉન્ટમાં રહેલી રકમના એકમ, દશક, શતક ગણવામાં જ ચક્કર આવી ગયાં. CSP ઑપરેટરે તેને જાણ કરી કે તેના ખાતામાં તો અબજોની રકમ દેખાઈ રહી છે. ત્યારે જિતેન્દ્રએ કહ્યું, ‘અરે ભાઈ, મારા ખાતામાં તો માત્ર ૪૭૮ રૂપિયા હતા. હું બજારમાં ખરીદી કરવા માટે એમાંથી ૧૦૦ રૂપિયા ઉપાડવા આવ્યો હતો.’
ADVERTISEMENT
વારંવાર ચેક કર્યા પછી પણ બૅલૅન્સ એટલું જ રહેતાં જિતેન્દ્ર સાહ પોલીસ-સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે ‘આ કેસ બૅન્કિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીનો અથવા સાઇબર છેતરપિંડી સાથે સંકળાયેલો લાગે છે. બૅન્ક-ઑફિસર્સ અને સાઇબર એક્સપર્ટ્સ તપાસ કરી રહ્યા છે કે અકાઉન્ટમાં આ પૈસા કેવી રીતે અને ક્યાંથી આવ્યા.’


