ડ્રાઇવર પણ મ્યુઝિકની સાથે-સાથે એ હાથાને ઊંચોનીચો કરીને દુલ્હા સહિત આખા વરઘોડાને જલસા કરાવી રહ્યો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભારતમાં વરઘોડો લઈને લગ્નસ્થળે જવા માટે હવે લોકો જાતજાતનાં ગતકડાં કરે છે. બુલડોઝરનો બિઝનેસ ધરાવતો એક દુલ્હો પોતાના જ બુલડોઝરને ફૂલોથી શણગારીને જાણે પોતાની લક્ઝુરિયસ ગાડી હોય એવા ઠાઠથી લગ્ન કરવા પહોંચ્યો હતો. બુલડોઝરમાં ખોદકામ કરીને માટી ઉલેચવાનો જે હાથો હોય છે એના પર દુલ્હો તેના દોસ્તોની સાથે બેઠો છે. ડ્રાઇવર પણ મ્યુઝિકની સાથે-સાથે એ હાથાને ઊંચોનીચો કરીને દુલ્હા સહિત આખા વરઘોડાને જલસા કરાવી રહ્યો છે.


