Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ચાઇનીઝ રાજકુમારી પ્લાસ્ટિકની ઝભલા થેલી લઈને રેડ કાર્પેટ પર પહોંચી ગઈ

આ ચાઇનીઝ રાજકુમારી પ્લાસ્ટિકની ઝભલા થેલી લઈને રેડ કાર્પેટ પર પહોંચી ગઈ

Published : 12 March, 2026 01:01 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅશન-નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે તમારી પાછળ એક મોટી ટીમ કામ કરી રહી હોય ત્યારે રેડ કાર્પેટ પર પર્ફેક્ટ દેખાવું ખૂબ સરળ છે, પરંતુ ગાર્બેજ બૅગ લઈને નીકળવા માટે કૉન્ફિડન્સ જોઈએ જે ઝૅન્ગ પાસે છે.

યંગ ઍક્ટ્રેસ ઝૅન્ગ જિન્ગ્યી

અજબગજબ

યંગ ઍક્ટ્રેસ ઝૅન્ગ જિન્ગ્યી


સામાન્ય રીતે કોઈ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઇવેન્ટમાં સુંદરીઓ લાંબા ગાઉન, અળવીતરી હેરસ્ટાઇલ અને હાઈ હીલ પહેરીને હાથમાં ટચૂકડું ક્લચર લઈને નીકળતી હોય છે. આ ખૂબ જ પ્રેડિક્ટેબલ દૃશ્ય છે. જોકે ચીનમાં બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કંઈક અજુગતું જ જોવા મળ્યું. આ અલગ તરી આવવાનું કામ કર્યું હતું ચાઇનીઝ પ્રિન્સેસ તરીકે ઓળખાતી ઝૅન્ગ જિન્ગ્યી નામની યંગ ઍક્ટ્રેસે. તે બ્લૅક કલરના સિમ્પલ ગાઉનમાં રેડ કાર્પેટ પર આવી હતી. ગાઉન પર એક ખભા પર થ્રી-ડી ફૂલ ઊપસી આવેલું હતું. એકદમ એલિગન્ટ ડ્રેસની સાથે તેના હાથમાં પ્લાસ્ટિકની એક ઝભલા થેલી હતી. હા, આ એવી જ થેલી હતી જેને આપણે ત્યાં બૅન કરી દેવામાં આવી છે. આછા પીળા રંગની પ્લાસ્ટિકની મોટી ઝભલા થેલી કોઈ માર્કેટની નહીં, બૅલેન્શિયા નામની બ્રૅન્ડની હતી. બૅલેન્શિયાએ આવી જ ટ્રૅશ બૅગ બહાર પાડી છે જેની કિંમત ૧૭૯૦ ડૉલર એટલે કે લગભગ એક લાખ ૬૪ હજાર રૂપિયાથી વધુ છે. ફૅશન-નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે તમારી પાછળ એક મોટી ટીમ કામ કરી રહી હોય ત્યારે રેડ કાર્પેટ પર પર્ફેક્ટ દેખાવું ખૂબ સરળ છે, પરંતુ ગાર્બેજ બૅગ લઈને નીકળવા માટે કૉન્ફિડન્સ જોઈએ જે ઝૅન્ગ પાસે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 01:01 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK