ખેડૂતે પત્નીની સ્મૃતિમાં ગિટાર આકારનું જંગલ બનાવ્યું છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આ લીલુંછમ ગિટાર તમને આર્જેન્ટિનામાં જોવા મળશે. ત્યાં પમ્માસના મેદાન નજીક આ ગિટાર આકારનું જંગલ છે. આર્જેન્ટિનાના કોર્ડોબા પાસે પેડ્રો માર્ટિન ઉરેટા નામના ખેડૂતે પત્નીની સ્મૃતિમાં ગિટાર આકારનું જંગલ બનાવ્યું છે. ગ્રીન ગિટાર પાછળની વાર્તા સાથે લાગણી અને ભાવનાત્મકતા જોડાયેલી છે. ૧૯૭૦માં પેડ્રોનાં પત્ની ગ્રેસિએલા યારાઇજોજને ખેતરને ગિટારનો આકાર આપવાનું સૂચન કર્યું હતું. પત્ની ગ્રેસિએલાનો સંગીત પ્રત્યેનો પ્રેમ જોઈને પેડ્રોએ વૃક્ષોનું ગિટાર બનાવવાનું શરૂ કર્યું. જોકે એ બને એ પહેલાં જ ૧૯૭૭માં ગ્રેસિએલાનું મૃત્યુ થયું અને તેનું સપનું અધૂરું રહી ગયું. જોકે પત્નીની ઇચ્છાને અંતિમ ઇચ્છા ગણીને પતિએ ૧૯૭૯માં ચારેય સંતાનો સાથે ૭૦૦૦થી વધુ વૃક્ષોની મદદથી જંગલને ગિટારનો આકાર આપવાનું શરૂ કર્યું હતું.


