કંપનીએ કહ્યું છે કે પાણીથી ખરાબ થયેલો આઇફોન ચોખામાં રાખવાથી ચાલુ ન થાય
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
ઘણાબધા આવું માનતા હશે અને કેટલાકે તો આ અખતરો કરી પણ લીધો હશે, પરંતુ ઍપલ કંપનીએ આ વાત ખોટી હોવાનું કહ્યું છે. કંપનીએ કહ્યું છે કે પાણીથી ખરાબ થયેલો આઇફોન ચોખામાં રાખવાથી ચાલુ ન થાય. ચોખામાં રાખવાથી એના નાના-નાના દાણા આઇફોનને વધુ બગાડી શકે છે. જોકે કંપનીએ આ વાતની સ્પષ્ટતા કરવા સાથે આઇફોન ભીનો થાય ત્યારે શું કરવું જોઈએ એની માહિતી પણ આપી છે. કોઈ કારણસર ફોન ભીનો થાય તો તડકામાં મૂકવાનો કે કૉમ્પ્રેસરથી સૂકવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સૌપ્રથમ કેબલ ડિસ્કનેક્ટ કરવો જોઈએ. પછી પાણી કાઢવા માટે આઇફોનના કનેક્ટરને નીચે રાખીને હાથથી ફોન ઠપકારવો જોઈએ.

