આ વાઇરલ વિડિયોમાં દેખાય છે કે એક માણસ પાટાની વચ્ચે સૂતો છે અને તેની ઉપરથી ટ્રેન પસાર થઈ જાય છે
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કેરલાના કન્નુર જિલ્લામાંથી દિલની ધડકન રોકી દે એવો વિડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વિડિયોમાં દેખાય છે કે એક માણસ પાટાની વચ્ચે સૂતો છે અને તેની ઉપરથી ટ્રેન પસાર થઈ જાય છે. ટ્રેન પસાર થયા પછી તે જાણે કંઈ જ બન્યું નથી એમ ઊભો થાય છે, કોઈ પણ જાતની ઈજા વગર. આ ઘટના સોમવારે સાંજે પાંચ વાગ્યે કન્નુર અને ચિરક્કલ નામનાં બે સ્ટેશન વચ્ચે બની હતી.
આ વિડિયો વાઇરલ થયા પછી
રેલવે-પોલીસે એ માણસને ખોળી કાઢ્યો હતો. ૫૬ વર્ષના આ માણસનું નામ પવિત્રન છે. તેણે પોલીસને કહ્યું કે તે ફોન પર વાત કરતો પાટા પરથી જઈ રહ્યો હતો એટલે તેને ધ્યાન ન રહ્યું કે ટ્રેન આવી રહી છે. જ્યારે ખબર પડી કે સામે ટ્રેન આવી રહી છે ત્યારે તેને સમજાયું નહીં કે હું શું કરું અને તે પાટાની વચ્ચે સૂઈ ગયો. પવિત્રન એક સ્કૂલ-બસનો ક્લીનર છે અને તેણે કહ્યું હતું કે આ ઘટનાથી હું હચમચી ઊઠ્યો છું.