પુણે પછી હવે કટકના બિઝનેસમૅને પણ બનાવ્યો સોનાનો માસ્ક
સોનાનું માસ્ક
પુણે પછી હવે ઓડિશાના કટક શહેરના એક બિઝનેસમૅને પણ સોનાનો માસ્ક બનાવડાવ્યો છે. આલોક મોહન્તી મુંબઈમાં હતા અને અહીં ઝવેરીબજારમાં તેમણે એક વ્યક્તિને સોનાનો માસ્ક બનાવતાં જોયો. એ જોઈને તેમણે પણ સોનાનો માસ્ક બનાવડાવવાનું મન બનાવી લીધું. હવે કટક જઈને તેમણે ૧૦૦ ગ્રામ સોનાનો માસ્ક બનાવડાવ્યો, જેની કિંમત આશરે સાડાત્રણ લાખ રૂપિયા છે. સોનીએ તેમને બાવીસ દિવસમાં માસ્ક બનાવી આપ્યો હતો. ભાઈનું કહેવું છે કે સોનાનો માસ્ક પહેરવામાં ખૂબ જ આરામદાયક છે. સોના પ્રત્યેનું તેમનું વળગણ ૪૦ વર્ષથી છે. તેમના ગળામાં ભારેખમ લગડીઓ જેવી સોનાની ચેઇન છે અને હાથની આંગળીઓ પર પણ મોટી વીંટીઓ અને કડાં ઠઠાડેલાં છે.

