કાબુલમાં સુંદર રાગમાં ગાવા માટે વખણાતાં ગોલ્ડ ફિન્ચ પંખીઓ વચ્ચે વહેલી સવારે પંખીગાન સ્પર્ધા યોજાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હેઠળ મુસ્લિમ દેશમાં મનોરંજનના કાર્યક્રમો બહુ ઓછા થાય છે, પરંતુ કાબુલમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ છે. કાબુલમાં સુંદર રાગમાં ગાવા માટે વખણાતાં ગોલ્ડ ફિન્ચ પંખીઓ વચ્ચે વહેલી સવારે પંખીગાન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા માટે ખાસ પંખીઓને તાલીમ આપવામાં આવે છે અને બે પંખીઓ આમનેસામને પિંજરામાં બેસીને જોરજોરથી ગાય છે અને લોકો ટોળું વળીને સાંભળવા ભેગા થાય છે.

