કૅન્સર એટલે કૅન્સલ નહીં એ તો મેડિકલ સાયન્સે પુરવાર કરી જ દીધું છે છતાં કૅન્સર આજે પણ જીવલેણ બીમારી ગણાય છે. કૅન્સર થયું છે એવી ખબર પડે એમાં જ કેટલાય લોકો માનસિક રીતે પડી ભાંગે છે.
લાઇફ મસાલા
કેન્સર તપસવા માટેની બેગ
કૅન્સર એટલે કૅન્સલ નહીં એ તો મેડિકલ સાયન્સે પુરવાર કરી જ દીધું છે છતાં કૅન્સર આજે પણ જીવલેણ બીમારી ગણાય છે. કૅન્સર થયું છે એવી ખબર પડે એમાં જ કેટલાય લોકો માનસિક રીતે પડી ભાંગે છે. ઘણી વાર તો કૅન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચે ત્યારે જ ખબર પડતી હોય છે, પણ મેડિકલ સાયન્સે આ બાબતે પણ પ્રગતિ કરી લીધી છે. સાયન્સ, ઇનોવેશન ઍન્ડ ટેક્નૉલૉજી વિભાગના સચિવે આપેલી માહિતી પ્રમાણે કૅન્સર રોગના નિષ્ણાત વિજ્ઞાનીઓએ એક બૅગ તૈયાર કરી છે. એ બૅગમાં ફૂંક મારવાથી ખબર પડી જશે કે કૅન્સર છે કે નહીં. એટલું જ નહીં, એકસાથે ૩ પ્રકારનાં - લિવર, પૅન્ક્રિયાટિક અને એસોફેગલ કૅન્સરનું નિદાન થઈ શકશે. કોઈએ દારૂ પીધો છે કે નહીં એ જાણવા માટે પોલીસ જે રીતે બ્રેથ-ઍનૅલાઇઝરમાં ફૂંક મરાવે છે એવી જ રીતે આ બૅગમાં ફૂંક મારવાની હોય છે. આ ટેસ્ટ સસ્તી પણ છે અને દરદીને બહુ યાતના પણ વેઠવી પડતી નથી