પુલને તોડવા માટે ૧૫૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો
જર્જરિત પુલ
જર્મનીના નૉર્થરાઇન-વેસ્ટફેલિયામાં ગઈ કાલે એક જર્જરિત પુલને વિસ્ફોટકની મદદથી ઉડાડી દેવામાં આવ્યો હતો. એને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ૪૫૩ મીટર લાંબા અને ૭૦ મીટર ઊંચા પુલને તોડવા માટે ૧૫૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો. ૨૦૨૧માં ઇન્સ્પેક્શન દરમ્યાન આ પુલને નબળો જાહેર કરાતાં એને વાહનવ્યવહાર માટે બંધ રખાયો હતો.

