આ બિઝનેસ કાર્ડ એ સમયનું છે જ્યારે સ્ટીવ જૉબ્સ ઍપલના ચૅરમૅન હતા. એ સમયે ઍપલની મેઇન પ્રોડક્ટ ઍપલ લીઝા હતી.
What`s Up!
સ્ટીવ જોબ્સ
ઍપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સના ફૅન ફૉલોઇંગમાં આજે પણ ઘટાડો નથી થયો. લોકો સ્ટીવ જૉબ્સના જીવન સાથે સંકળાયેલી વસ્તુઓને ઑક્શનમાં વધુ કિંમત આપીને ખરીદી રહ્યા છે. તાજેતરમાં સ્ટીવ જૉબ્સે સાઇન કરેલું બિઝનેસ કાર્ડ છે. ૨૪ માર્ચે આરઆર ઑક્શન્સની હરાજીમાં સ્ટીવ જૉબ્સે સહી કરેલું એક બિઝનેસ કાર્ડ ૧,૮૧,૧૮૩ ડૉલર (આશરે ૧.૫૦ કરોડ રૂપિયા)માં વેચાયું હતું. એવો અંદાજ છે કે આ કાર્ડ ૧૯૮૩ની આસપાસનું છે. ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટ એ છે કે ગયા ઑક્શનમાં સાઇન કર્યા વગર વેચાયેલા કાર્ડની તુલનાએ આ કાર્ડ ૧૪ ગણા ભાવે વેચાયું છે.
ઘણાં વર્ષો વીતી ગયાં હોવાથી આ કાર્ડ થોડું નબળું પડ્યું છે. કાર્ડના ફ્રન્ટમાં અમુક ડાઘ લાગેલા છે છતાં અત્યારે પણ આ કાર્ડની સ્થિતિ ઘણી સારી છે અને આ કારણે જ ૪૦ વર્ષથીયે વધુ જૂના આ કાર્ડને આટલી અધધધ કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યું છે. ઑથોરિટીએ આ કાર્ડને વેરિફાય કરતાં એની વૅલ્યૂ ઘણી વધી ગઈ હતી. આ બિઝનેસ કાર્ડ એ સમયનું છે જ્યારે સ્ટીવ જૉબ્સ ઍપલના ચૅરમૅન હતા. એ સમયે ઍપલની મેઇન પ્રોડક્ટ ઍપલ લીઝા હતી.